( પ્રકરણ : દસ ) ‘કાંચી બેટા ! બસ હવે હું થોડીવારમાં જ તને હરમનના શિકંજામાંથી છોડાવી લઈશ.’ મનોમન બોલી જતાં કબીરે ચોપાટી તરફ આગળ વધી રહેલી ટેકસીની ઝડપ ઓર વધારી હતી. અત્યારે કબીરના ચહેરા પર અધીરાઈ અને બેચેની હતી. તે ટેકસીનું હોર્ન વગાડતો, ઝડપભેર વાહનોને ઓવરટેક કરતો આગળ વધી રહ્યો હતો. કબીરને હવે ખબર પડી ચૂકી હતી કે, હરમન તેની દીકરી કાંચીને એની ટેકસીની ડીકીમાં પૂરીને ચોપાટી પર ઊભો હતો. હરમન ત્યાંથી વળી ટેકસી લઈને આગળ કયાંક નીકળી જાય એ પહેલાં જ તે હરમન પાસે પહોંચી જવા માંગતો હતો, અને કાંચીને હરમનના શિકંજામાંથી છોડાવી લેવા માંગતો હતો. કબીરે ટેકસીને