શાતિર - 7

(98)
  • 6.2k
  • 9
  • 4.4k

( પ્રકરણ : સાત ) બપોરના બે વાગ્યા હતા. મુંબઈની એ સડક પર વાહનો પોત-પોતાની રીતના આગળ વધી રહ્યા હતા. એ વાહનો વચ્ચે બદમાશ હરમનની ટેકસી પણ આગળ વધી રહી હતી. હરમનના ચહેરા પર તાણ હતી. તે કબીર પાસેથી બેન્ક ચોરીના પચાસ કરોડ રૂપિયા મેળવવા માટે પાગલ બન્યો હતો. તે કબીરની દીકરી કાંચીને ટેકસીની ડીકીમાં નાંખીને મુંબઈના રસ્તા પર રખડી રહ્યો હતો. તેને એમ હતું કે, ડીકીમાં હજુ પણ કાંચી બેહોશ પડી છે. જ્યારે કે, અસલમાં કાંચી હોશમાં આવી ચૂકી હતી, અને અત્યારે તે હરમનની ચુંગાલમાંથી છુટવા માટેના પ્રયત્નમાં લાગેલી હતી. અત્યારે કાંચીએ તેણે ટેકસીની પાછલી સીટની પીઠમાં તેણે પાડેલા