શાતિર - 6

(97)
  • 6.2k
  • 4
  • 4.5k

( પ્રકરણ : છ ) કાંચી હોશમાં આવી. તેણે આંખો ખોલી. તેને અંધારા સિવાય કંઈ દેખાયું નહિ. તે બેઠી થવા ગઈ, ત્યાં જ તેના માથા પરની વસ્તુ ટકરાઈ. તેના મોઢામાંથી પીડાભરી ચીસ નીકળી જવાની સાથે જ તે પાછી લેટી ગઈ. તેના પગ વળેલા હતા, તે બેઠી થઈ શકે એમ નહોતી. ‘તે ખૂબ જ નાનકડી જગ્યામાં પુરાયેલી હતી. એ પેટી હતી ? પટારો હતો ? ? કે પછી બીજું આખરે શું હતું ??’ એ તેને તુરત સમજાયું નહિ. પણ પછી થોડીક પળોમાં તેની આંખો અંધારાથી ટેવાઈ, અને એ પછી જ તેને ખ્યાલ આવ્યો કે, તે ટેકસીની ડીકીમાં પૂરાયેલી હતી ! ‘બચાવ