એચ.એન.ગોલીબાર ( પ્રકરણ : એક ) મોડી રાતના ત્રણ વાગ્યા ને ઉપર સુડતાળીસ મિનિટ થઈ હતી. દિવસે ધમધમતા રહેતા મુંબઈના આ કોમર્શિયલ એરિયામાં અત્યારે એકદમ સન્નાટો છવાયેલો હતો. મુંબઈના નંબર વન ગણાતા ‘ડાયમંડ જ્વૅલરી’ના ભવ્ય શો રૂમ ‘દિવાન જ્વેલર્સ’ની આસપાસ પણ શાંતિ પથરાયેલી હતી. શો રૂમની સામેની ફૂટપાથ પર, ક્રાઈમ બ્રાન્ચના પંદર હથિયારધારી પોલીસવાળા અંધારા સાથે ભળીને ઊભા હતા. એ બધાંની નજર અત્યારે ‘દિવાન જ્વેલર્સ’ અને તેની આસપાસમાં ફરી રહી હતી. જોકે, ‘દિવાન જ્વેલર્સ’ પાસેથી આ પોલીસવાળાઓમાંથી એકેય નજરે પડી શકે એમ નહોતો. ‘બધી તૈયારી થઈ ગઈ ને ?’ એ પંદર પોલીસવાળાની પીઠ પાછળના કૉફી શૉપમાં, કાચની દીવાલની અંદર ઊભેલા