સકારાત્મક વિચારધારા 20 આવતી કાલે શનિવાર નો દિવસ હતો.શનિવાર એટલે શાળા માં રહીને પણ ભણવાની રજા અને મજા કરવાનો દિવસ.અઠવાડિયાનો સૌથી નાનો અને અડધો દિવસ. દર શનિવારે રમત_ ગમત અને પ્રવૃત્તિ નો પીરીયડ. જેમાં વર્ગમાં બાળકો ને વાર્તા કહેવાની અને જે સૌથી સારી વાર્તા કરે તેને ઈનામ.આ ઈનામ એટલે દરેક બાળકના મનની પ્રબળ ઈચ્છા.તે વર્ગમાં ભણતો દર્શિલ દર શુક્રવારે તેના દાદાજી પાસેથી એક નવી વાર્તા અચૂકસાંભળે.આ શુક્રવારે દર્શિલે દાદાજીને કહ્યું,"દાદાજી આ શુક્રવારે એવી સરસ વાર્તા શીખવાડજો કે મને જ ઈનામ મળે.પાંચ વર્ષના દર્શિલ નું આ ઈનામ મેળવવાનું લક્ષ્ય બની ગયું હતું.ત્યારે દાદાજી એ તેને પોતાના લક્ષ્યને વળગી રહેવા