કૂબો સ્નેહનો - 58

(15)
  • 3.4k
  • 3
  • 1.3k

? આરતીસોની ? પ્રકરણ : 58 સાવચેતી રાખીને ફૂંકી ફૂંકીને પગલાં ભરવા માટેની જાત જાતની સલાહ સૂચનો વિરાજ ઉપર ફટાકડાની લૂમની જેમ અમ્મા અને દિક્ષાની ફૂટી રહી હતી. એમને તો જાણે નતાશાના ઝેરી ફુંફાડા દેખાઈ રહ્યાં હતાં. સઘડી સંઘર્ષની..... ❣️કૂબો સ્નેહનો❣️ દિક્ષાને 'શૌતન' કહેવાથી વિરાજનું હૈયું તારતાર થઈ ગયું હતું. એ શૌતન શબ્દની વિરાજના હૈયે કળ હજુ વળી નહોતી ત્યાં તો નતાશાએ 'ટ્વિન્સ્' નામનો બોમ્બ એમના માથે ફોડ્યો હતો. અમ્મા અને દિક્ષા જે વિરાજની મજબૂત ઢાલ હતી એમનાં ઉપર જ તરાપ મારી હતી. વિરાજે સમજીને જાણી જોઈને સ્વસ્થતા જાળવી હોઠ પર મૌન સીવી લીધું હતું કેમકે, નતાશા સામે જીભાજોડી