રાજકારણની રાણી - ૩૫

(56)
  • 6.2k
  • 1
  • 3.3k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩૫સુજાતાબેનની છાતી પર ગોળી ચાલ્યા પછી બૂમાબૂમ થવા લાગી. બધાંને સુજાતાબેનની ચિંતા થવા લાગી. ગોળીબાર કરનારી યુવતી દોડીને બાઇક પર બેસી ફરાર થઇ ગઇ. કેટલાક લોકો એની પાછળ દોડ્યા ત્યારે તેણે પાછળ વળીને એમના પર રિવોલ્વર તાકી. બધાં જ ગભરાઇને અટકી ગયા. બાઇકસવાર યુવાન યુવતીને લઇ આંખના પલકારામાં અદ્રશ્ય થઇ ગયો.સુજાતાબેન ચીસ પાડીને કારમાં બેસી પડ્યા હતા. તેમણે છાતી ઉપર હાથ મૂક્યો. ગોળી તેમની છાતી સાથે ટકરાઇને સાડીમાં ઘસરકો કરી કારમાં પડી ગઇ હતી. જનાર્દનને નવાઇ લાગી. સુજાતાબેન સલામત હતા. તેમને ગોળી વાગી હતી પરંતુ લોહીનું એક ટીપું નીકળ્યું ન હતું. ગોળી મારનાર યુવતીનો