સંબંધોની માયાજાળ_14 ગ્રંથ પર ભૂમિજાનો ફોન આવે છે. ગ્રંથ કઈ બોલે એ પહેલા જ ભૂમિજાએ "હું પરમ દિવસે મારા ફેમિલી સાથે ખોડલ ધામ આવવાની છું." જણાવી ફોન કટ કરી નાખ્યો. આમ અચાનક જ ભૂમિજાએ ખોડલધામ આવવાની વાત કરી અને એ પણ પોતાના પરિવાર સાથે!! એટલે ગ્રંથને ટેન્શન થવા લાગ્યું. આખો દિવસ એ જ વિચારતો રહ્યો એ કે આખિરમાં એવું તો શું થયું કે ભૂમિજા આમ અચાનક જ ખોડલધામ આવે છે!! આખા દિવસની ચિંતાના કારણે રાત્રે ઉંઘ પણ ના આવી. ઊંઘ ના આવી એટલે એનો થાક બીજે દિવસે ગ્રંથના ચેહરા પર સાફ દેખાઈ આવતો. ગરિમા બહેનને ગ્રંથના ચેહરા પરની ઉદાસી જોઈને