હસતા નહીં હો! - 15 - ગુજરાતી વાચકની વેદના

  • 4.6k
  • 1.7k

આમ તો શીર્ષક જ ખોટું છે. વાંચવાની કુટેવ જ અમે ગુજરાતીઓ પાળતા નથી.અમે આમ તો મૂળ વેપારી પ્રજા નફો નુકસાન પૂછો તો ઠીક પણ આ વાંચન-બાચનની વાત રહેવા દેવી.પણ હવે વાત નીકળી છે તો વાંચનની વાત કરી દઉં.ઉદ્યોગ ધંધામાં થી નવરાશ મળે ત્યારે અમે ક્યારેક વાંચી પણ લઈએ-મોટેભાગે ધાર્મિક પુસ્તકો જ! પણ પછી એમ થાય કે બિચારા ગરીબ લેખકો ભૂખે મરે જો અમે ન વાંચીએ તો એટલે કોઈ વખત એને પણ વાંચી નાખવાની કુટેવ રાખીએ.પણ અમે અહીં ‘વેદના’ શબ્દ અલગ જ અર્થમાં લઇએ છીએ. મોટા ભાગના ગુજરાતી વાચકો ને એક જ વેદના હોય છે- વાંચવાની,પણ એનાથી મોટી સમસ્યા છે અંગ્રેજી