તારી એક ઝલક - ૧૬

(21)
  • 4.4k
  • 2
  • 1.8k

તારી એક ઝલક ઝલકને કેયુર સાથે શું બન્યું, એ જાણવાં માટે એક રસ્તો મળી ગયો હતો. પણ,એ રસ્તે ચાલવું થોડુંક અઘરું હતું. કેમકે,માનવ બધાંથી અલગ છોકરો હતો. ભાગ-૧૬ તન્વી અને કૃણાલ ઉપરકોટ કિલ્લાનો ઢળતો સૂર્ય જોઈ રહ્યાં હતાં. એ ઢળતા સૂર્યની કેસરી લાલીમા વાતાવરણને ખૂબ જ સુંદર બનાવી રહી હતી. ચારે તરફ છવાયેલી લીલોતરી જોયાં પછી સંધ્યા સમયની કેસરી લાલીમા જોવી, આંખોને ટાઢક વળે, એવું દ્રશ્ય હોય છે. સૂરજ ઢળતાં જ અંધારું થવા લાગ્યું. તન્વી ઉભી થઈને ચાલવા લાગી. કૃણાલ પણ તેની પાછળ પાછળ ગયો. ઉપરકોટ કિલ્લાની બહાર આવતાં જ જૂનાગઢની સ્ટ્રીટ લાઈટનો પ્રકાશ તન્વીના ચહેરા પર પડ્યો. આખું જૂનાગઢ