તારી એક ઝલક કૃણાલ અને તન્વી ઉપરકોટ કિલ્લો જોવાં જતાં હતાં. બંને વચ્ચે ઘણી વાતો થઈ. ભાગ-૧૫ કૃણાલે ઉપરકોટ પહોંચીને કારને બ્રેક લગાવી. ઉપરકોટ કિલ્લાનો બહારનો નજારો જ એટલો સુંદર છે, કે માત્ર કિલ્લાના દરવાજા તરફ નજર કરતાં જ તન્વીના ચહેરા પર સ્મિત રમવા લાગ્યું. કૃણાલે કારને એક જગ્યાએ પાર્ક કરી. પછી બંને કિલ્લાની અંદર ગયાં. વરસાદી માહોલ હોવાથી કુદરતનો સુંદર નજારો જોવા ઘણાં લોકો આવ્યાં હતાં. કૃણાલ તન્વીનો હાથ પકડીને, તેને એક ઝરૂખા પાસે ખેંચી ગયો. ત્યાંથી પહાડો ને તેનાં પર છવાયેલી હરિયાળી જોઈ શકાતી હતી. તન્વી પાળી પર બેસીને એ હરિયાળી જોવાં લાગી. તેની આંખોમાં અલગ જ પ્રકારની