તારી એક ઝલક - ૧૪

(23)
  • 3.9k
  • 1.9k

તારી એક ઝલક ઝલક તેજસની ડાયરી નો બીજો પ્રસંગ વાંચીને વિચારોમાં ખોવાઈ ગઈ હતી. એક જ ડાયરીમાં લખાયેલ બે વિપરિત પ્રસંગોએ ઝલકને વિચાર કરવા મજબૂર કરી હતી. ભાગ-૧૪ તેજસ હોટેલનાં રૂમમાં સૂતો હતો. અચાનક જ કંઈક અવાજ આવતાં એની ઉંઘ ઉડી ગઈ. બેડ પર બેઠાં બેઠાં એક નજર આખાં રૂમમાં ફેરવ્યાં પછી ફરી એ જ અવાજ સંભળાયો. અવાજ રૂમનાં દરવાજેથી આવતો હતો. તેજસે ઉભાં થઈને દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતાં જ તેજસની આંખો ભીની થઈ ગઈ. સામે જાદવ ઉભો હતો. "તું આવી ગયો!! તને કોઈ તકલીફ તો નથી થઈ ને?? અહીં આવવાનું કારણ જાણવાં મળ્યું??" તેજસે એકીસાથે કેટલાંય સવાલો પૂછી લીધાં.