તારી એક ઝલક - ૧૩

(25)
  • 4.1k
  • 1
  • 1.7k

તારી એક ઝલક તેજસ લંડન પહોંચી ગયો હતો. અનિકેતભાઈ કોઈ વાત પર બહું ખુશ દેખાતાં હતાં. એ વાત સુલક્ષણા એ અનિકેત ભાઈના પત્ની અનુપમાબેનને જણાવી. ભાગ-૧૩ ઝલક સવાર પડતાં કેયુરને મળીને કોલેજ જવા નીકળી ગઈ. અમદાવાદ યુનિવર્સિટી!! આ એ જ યુનિવર્સિટી હતી, જેણે કેયુર ની એવી હાલત કરી હતી. બહારથી દેખાતી વિશાળ યુનિવર્સિટી કેયુરની જીંદગીનું વિશાળ રાઝ પોતાની અંદર સમાવીને બેઠી હતી. જે કદાચ હવે ઝલકના હાથે‌ ખુલવા જઈ રહ્યું હતું. "હેલ્લો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ!! હું તમારાં માર્કેટિંગ મેનેજમેન્ટના વિષયની મેડમ છું." ઝલકના અવાજમાં એક અનેરો આત્મવિશ્વાસ છલકતો હતો. "ગુડ મોર્નિંગ મેડમ." બી.બી.એ નાં ક્લાસના બધાં સ્ટુડન્ટ્સ એકસાથે બોલી ઉઠ્યાં.