તારી એક ઝલક જગજીવનભાઈ તેજસ અને ઝલકને જૂનાગઢમાં જોઈ ગયાં. હવે તેઓ તેજસ વિશે જાણવાં અધીરા બન્યા હતાં. ભાગ-૮ તેજસ અને ઝલક બંને ભેંસાણ તરફ આગળ વધી રહ્યાં હતાં. એમની પાછળ જગજીવનભાઈ અને આસુતોષભાઈ પણ જૂનાગઢથી ભેંસાણ આવવાં નીકળી ગયાં હતાં. ઝલક દાતાર હિલ ફર્યા પછી ખૂબ જ ખુશ દેખાતી હતી. તેને ખુશ જોઈને તેજસ પણ શાંતિ અનુભવી રહ્યો હતો. પણ ઝલક અંગે તે જે જાણવાં માંગતો હતો. એ જાણવામાં તે નિષ્ફળ રહ્યો હતો. પણ ઝલકે જે કહ્યું એ પછી તેની સાથે અનેક ઉંડા રહસ્યો સંકળાયેલા હતાં. એ વાત તેજસ સમજી ગયો હતો. તેજસે તેનાં જીવનમાં જેટલા ઉતાર ચઢાવ જોયાં.