ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ 3 )

(15)
  • 4.6k
  • 1.7k

હવે અવાજ ખૂબ વધારે તીવ્રતાથી આવી રહ્યો હતો . ઘણો સમય વીતવા છતાં અવાજ શાંત થતો નહોતો . એ મદદ માટેનું આક્રંદ સૌને ડરાવતું હતું . મદદ કરવા જવાની ઈચ્છા બધાને હતી પરંતુ હિંમત કોઈના માં નહોતી . કારણ કે એકતો અવાજ ડરાવનો લાગતો હતો અને અધૂરામાં પૂરું ગામના હાવજ(સિંહ) કેવાય એવા હિંમતવાન મુખી પણ કોઈ અંગત કામે બહાર ગયા હતા . તેથી એમની આગેવાની વગર કોઈ કામ કરવું અઘરું હતું . સમય હવે રાત્રીના ૧:૦૦ ની આજુબાજુનો હતો. ગામનો એક લબરમૂછીયો જવાન ઘરમાંથી બહાર નીકળ્યો . હજી તરુણાવસ્થા પસાર કરી માંડ યુવાવસ્થામાં પગ માંડી રહ્યો હતો એની વરસાદ પછી