ઓહ માય ગોડ‘‘પપ્પા, આ અન્ના હજારે કોણ છે?" સોફા પર, લૂંગી પહેરીને બેઠા-બેઠા સાંધ્ય દૈનિક વાંચી રહેલા પ્રફુલભાઈ પટેલના પગ પાસે જાજમ પર ઊંધા સૂતા-સૂતા ક્રોસવર્ડ પૂરી રહેલા અગિયાર વર્ષના અભિએ મોં ઊંચકી પપ્પા તરફ તાકતા પ્રશ્ન કર્યો. ત્યારે જ પત્ની માલતી ટ્રેમાં ચાનો કપ તથા કાચનો પાણી ભરેલો ગ્લાસ લઈ પ્રવેશી. છાપું વાંચવામાં ડૂબેલા પિતાએ જવાબ ન આપ્યો એટલે અભિમન્યુ ઊભો થઈ, છાપું લઈ પપ્પાની બાજુમાં સોફા પર ગોઠવાતાં બોલ્યો, "પપ્પા! જવાબ આપો ને. આ અન્ના હજારે કોણ છે?"માલતીએ ધરેલી ટ્રેમાંથી કાચનો ગ્લાસ ઊંચકી બે ઘૂંટ પાણી પી, ગ્લાસ પાછો ટ્રેમાં મૂકી, ગોઠણ પર પાથરેલું અખબાર વાળી, બાજુની ટીપોય પર