માલજી શામળ ઉર્ફે એમ એસ.......

  • 2.2k
  • 2
  • 520

માલજી શામળ ઉર્ફે એમ એસ....... દિનેશ પરમાર ' નજર '******************************************જબ તક બિકા ન થા કોઈ પૂછાતા ન થા તુને ખરીદકર મુઝે અનમોલ કર દિયા - અજ્ઞાત ( શાયર) ****************************************** બરાબર રવિવારની રાત્રે જ તકલીફ થઈ....... વાડજ ચંદ્રવિહાર એપાર્ટમેન્ટસ ખાતે રહેતા,હરીશભાઈના દીકરા રોકી ઉર્ફે રશૅષને રાત્રે સાડા અગિયાર વાગે જોરદાર ઉલ્ટી થઇ. અવાજ સાંભળીને, પોતાના બેડરૂમમાં સુતા, હરીશભાઈ દોડતા ટોયલેટ તરફ ગયા."શું.. થયું... રશૅષ...???"" કાંઈ નઈ પપ્પા આતો ઊબકા જેવું થતું હતું. પણ હવે સારું લાગે છે."પરંતુ.... કલાક પછી, પાછી જોરદાર ઉલ્ટી થઇ અને સાથે