પ્રતિક્ષા - 6

  • 3.3k
  • 1.4k

પ્રતિક્ષા. ૬ આજે શિલ્પાબેન માટે કંઇક અલગ જ દિવસ ઉગ્યો રસોડામાં અવાજ સાંભળી સફાળા ઉભા થઈ ગયા ત્યાં તો ચિંતનભાઈ એ તેને રોકી. ચિંતનભાઈ:-"અરે બિલાડી નથી આવી શિલ્પા તારી ' નાની મીની' મોટી થઈ ગઈ છે. શિલ્પાબેન:-"હેં, કઈ સમજાય તેમ બોલોને?" ચિંતનભાઈ:-"અનેરી છે રસોડામાં." શિલ્પાબેન:-"કેમ અત્યારમાં? તેને જવું છે ક્યાંય? ચિંતનભાઈ:-"ના તારા આરામ માટે, તું કાલે વહેલી સુઈ ગઈ હતી અને અનેરી મોડી આવી, તારુ પૂછતી હતી. શિલ્પાબેન:-"તમે શું કહ્યું?" ચિંતનભાઈ:-"કંઈ નહીં ખાલી કહ્યું કે રિપોર્ટ કરાવવાના છે". શિલ્પાબેન:-"ઓહો તમે પણ હદ કરો છો એ બિચારી કોલેજ જશે કે ઘરને સંભાળશે?" ચિંતનભાઈ:-"શિલ્પા અનેરી હવે મોટી થઈ ગઈ છે તે