ધૂપ-છાઁવ - 2

(41)
  • 8.4k
  • 3
  • 5.9k

" ધૂપ-છાઁવ " પ્રકરણ-2લક્ષ્મીબાનો અવાજ એમના આ ભવ્ય ફ્લેટમાં જાણે પડઘા પડતા હોય તેમ ગુંજી રહ્યો હતો. અને અપેક્ષા ભર ઊંઘમાંથી ઉઠી ગઈ હતી અને આંખો ખોલવાની કોશિશ કરી રહી હતી. સાટિનની રજાઈ ખસેડીને જરા બેઠી થઈ અને માંડ માંડ બંને આંખો ખોલીને તે બોલી, " શાંતિથી ઊંઘવા મળે છે તો ઊંઘતી નથી અને બીજાને પણ ઊંઘવા દેતી નથી મા,શી ખબર તને શું મળે છે આમાંથી...?? " સેવનના લાકડામાંથી બનાવેલ સુંદર ભગવાનના કબાટની સામે એક નાની કાચની ટિપોઈ મૂકેલી હતી ત્યાં લક્ષ્મીબાએ આરતી મૂકી અને ઘંટડી પણ તેની બાજુમાં જ મૂકી અને પછી મનમાં મલકાતાં મલકાતાં અપેક્ષાના વૈભવી બેડરૂમમાં પ્રવેશ્યા.