દીકરીના જન્મ નાં સમાચાર નાગેશ ના જીવનમાં નિરાશા ના વાદળ છવાઈ ગયા હતાં. કેટ કેટલી માનતા માની હતી, પ્રથમ દીકરો અવતરે તેનાં માટે!! દોરાધાગા કર્યા, ‘કહે એટલા પથ્થર' પુજીને ભગવાન, દેવો, કુળદેવી અને ગુરૂ ની પાસે જઈને આર્શિવચન લઈ આવ્યાં હતાં. છત્તા કુદરતે જે બીજ નું અવતરણ કરેલ તે દીકરી હતી. નાગેશ ના લગ્ન ને ત્રણ વર્ષ થયાં હતાં. સુમિત્રા નિરાશ હતી. જાણે તેને દીકરીનો અવતાર આપી ગુનો કર્યો હોય તેમ મન ને કોશી રહી હતી. હાલતો તેને ધ્યાન પોતાનું અને બાળા નું રાખવાનું હતું, પણ તેને ચિંતા રૂમ ની બહાર હોસ્પિટલ થી દુર તેના પોતાના ઘરનાં લોકો ની અને નાગેશ