પ્રતિક્ષા. 5 શરૂઆત કવન ની નવા શહેરમાં,નવા ફ્લેટમાં, ઘરથી દૂર....વ્હાલી મમ્મીથી દૂર...પપ્પા થી દુર... અનેરીથી દૂર.. પહેલો દિવસ અજંપા થી ભરપુર હતો,નવીજગ્યાએ સ્થિર થવાનું હતું,અને આદર્શ વ્યક્તિત્વના સ્વરૂપમાં પોતાની જાતને ઢાળવાની હતી. પોતાના સ્વભાવ પ્રમાણે જ વહેલો ઓફિસ પહોંચી ગયો,અને હમણાં જ બનેલા નવા પરિચિત મિત્રો સાથે વાતચીત કરી જાણે અજાણે પોતાની એકલતા દૂર કરવા ને છુપાવવા પ્રયત્ન કરતો રહ્યો. પપ્પાની શિખામણ યાદ આવી "જેવું વાતાવરણ તેવા જ રંગ માં રંગાઈ જવાનું તો જ તે વાતાવરણ માં સ્થિર થઈ શકાય અને આગળ વધવાના માર્ગને વિના અંતરાય પસાર કરી શકીએ." (કૃપાલ હમણાં જ પરિચિત નવો સહકર્મચારી) કૃપાલ:-"તો કવન સેટ