ધ ઇન્ડિપેન્ડેન્ટ્સ ડેએક સત્ય ઘટના જે હજુ ઘટી નથીહું ભારત છું. જયોતિષીઓ કહે છે કે જેમ માનવની કુંડળી હોય એમ રાષ્ટ્રની પણ કુંડળી હોય. જેમ માનવની કુંડળી પર ગ્રહોનો પ્રભાવ હોય એમ રાષ્ટ્રની કુંડળીને પણ ગ્રહો અસર કરતા હોય. મને લાગે છે કે જેમ માનવની કુંડળીમાં સાડાસાતી બેસે ત્યારે એની હાલત બદથી બદતર થઈ જાય એમ જ મારી કુંડળીમાં પણ અત્યારે સાડા સાતી બેઠી લાગે છે, લગભગ છેલ્લા સેંકડો વર્ષોથી. મારો દશકો (સતયુગનો એ દીર્ઘકાળ) મને યાદ છે. જયારે અહીં રામ, કૃષ્ણ, ભગીરથ, સત્યવાન, મીરાં, નરસિંહ, મહાત્મા ગાંધી, સરદાર પટેલ જેવા અપાર હિમ્મત, સાહસ, નીડરતા, શૂરવીરતા, પવિત્રતા અને સંસ્કારી આત્માઓ-પરમાત્માઓ જન્મ્યા હતા,