શ્રાપિત ખજાનો - 35

(56)
  • 7.7k
  • 4
  • 3.2k

પ્રકરણ - 35 "બાયોવેપન.." "બાયોવેપન?" વિક્રમે કહ્યું, "તને ખબર પણ છે કે તું શું બોલી રહ્યો છે?" "હાં વિક્રમ, બાયોવેપન." ધનંજયે કહ્યું, "હું જ્યારે આ રાજ્યની ખોજ કરવા નીકળ્યો હતો ત્યારે મે ધાર્યું હતું કે એકવાર સંબલગઢનું રહસ્ય જાણી લવ પછી એને અમીર લોકોને વેંચીને એમાંથી રૂપિયાનો ઢગલો કરી શકીશ. અને કમિટી મારાથી ઇમ્પ્રેસ થઇને કાઉન્સિલ સામે મારા માટે સિફારિશ કરશે. પણ એ બાજી ઊંધી પડી ગઈ. અમૃતરસની વિધી તો નષ્ટ થઇ ગઇ છે. પણ જે થયું એ પહેલાં કરતાં પણ વધારે સારું થયું. હવે તો મને વધારે