સપના નું ઘર

  • 4.6k
  • 1
  • 1.3k

અરે એઈ.... નિખિલ..! અહીં આવ..ત્યાં શું કરે છે? જો મેં કેવું ઘર બનાવ્યું....” દરિયા કિનારે લહેરો સાથે તણાઈ આવતા છીપલા, શંખ,નાના નાના પથ્થર ના ચમકતા ટુકડા વીણતા બારેક વર્ષ ના નિખિલ ને અગિયાર વર્ષ ની બાલિકા સપના એ ટહુકો કર્યોં....... નિખિલ અને સપના એકજ સોસાયટી માં રહે. બંને ના ઘર પાસ પાસે હોવાથી બંને ના પરિવાર પાડોશી. તેથી નિખિલ અને સપના એક જ સ્કૂલ માં સાથે ભણે અને એક ક્લાસ માં સહપાઠી હતા. આમ રોજ સાથે ને સાથે રહેતા  બંને વચ્ચે પાક્કી દોસ્તી જામી ગઈ. સાથે સ્કૂલ જવાનુ, આવવાનું, રમવાનું ને ભણવાનું. સપના ને નિખિલ બહુ ગમતો.. ગોરો, બદામી આંખો