સુંદરી - પ્રકરણ ૬૪

(117)
  • 5.2k
  • 7
  • 3k

ચોસઠ “તમારે જે વાત કરવી હોય તે કહી દો સોનલબેન, મારા ગમવા ન ગમવા પર ન છોડો. હું વરુણની જેમ જ તમારો ભાઈ છું.” કૃણાલે હસીને જવાબ આપ્યો. “વાત વરુણની જ છે કૃણાલભાઈ, અને મેડમની. મને ખબર છે તમે આ સબંધથી રાજી નથી, પણ હવે એમનો સબંધ એવા પોઈન્ટ પર આવી ગયો છે જ્યાંથી આપણે બંને જો વરુણભાઈની મદદે નહીં આવીએ તો એ કદાચ સુંદરી મેડમને કાયમ માટે ગુમાવી બેસશે.” સોનલબાએ પોતાનો ભય કૃણાલ સામે રજુ કર્યો. “હમમ... એવું શું થયું?” કૃણાલે સવાલ કર્યો. “મેડમના ભાઈ, જે જેલમાંથી પાછા આવ્યા છે એમના માટે મેડમે એક મોડિફાઇડ ઓટોરિક્ષા બનાવડાવી છે