આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-6

(32)
  • 5.4k
  • 5
  • 2.2k

"આસ્તિક"એક ઇચ્છાધારી લડવૈયો અધ્યાય-6 રાજકુમારી જરાત્કારુ ભગવન જરાત્કારુનાં પગે સ્પર્શ કરીને આશીર્વાદ લે છે. ભગવાન પ્રસન્ન થઇને બોલ્યાં દેવી સદાય સુખ આનંદર્યાં રહો. જે ઇચ્છા હોય એ માંગો હું આપવા બંધાયેલા છું અને બ્રહ્મચર્ય ત્યાગીને તમારો સ્વીકાર કર્યો છે. આજે જે લગ્નવેદીની સાક્ષીમાં બંધનમાં બંધાયા છીએ આખુ બ્રહ્માંડ સાક્ષી બન્યુ છે. દેવોએ પુષ્પવૃષ્ટિ કરીને આશીર્વાદ આપ્યાં છે. આજે હું ખૂબજ ખુશ છું. બ્રહ્મચર્યના તપ પછી તમારી સાથે પ્રભુતામાં પગરણ કર્યા છે અને મારાં નામેજ તમારું નામ વળી ખૂબજ રૂપ રૂપનાં અંબાર છો જાણે સ્વર્ગની અપ્સરાઓ પાણી ભરે. તમારી સમક્ષ દ્રષ્ટિ કરતાંજ મન મોહી પડે છે મને ખુદને આષ્ચર્ય છે કે મેં