*એ સપ્તપદીના દોસ્ત*. ટૂંકીવાર્તા... ૩૦-૬-૨૦૨૦. મંગળવાર...આશિષ આજે ઓફિસ થી વહેલો ઘરે આવી ગયો કારણકે એની ત્રણ વર્ષ ની દિકરી ગરીમા ની બર્થ-ડે હતી....ગરીમા આશિષ ને જોઈને પપ્પા આવ્યા, પપ્પા આવ્યા કરીને દોડીને વળગી પડી..આશિષે પણ મારી લાડકવાયી એમ કહીને એને ઉંચકીને ગોળ ગોળ ફૂદરડી ફેરવીને નીચે ઉતારી..ગરીમા આશિષ ની આંગળી પકડીને અંદર ગઈ...અને મમ્મી મમતા ને બૂમ પાડી કે પપ્પા આવી ગયા...મમતા પાણીનો ગ્લાસ લઈને આવી અને આશિષ ને આપ્યો..આશિષે પાણી પીધું અને મમતા સામે જોયું મમતા નાં મોં પર ઉદાસી હતી અને આંખો રડેલી હતી..આશિષે પુછ્યું શું થયું મમતા???મમતા હસીને વાત ટાળી કે કંઈ નથી એમ કહીને એ રસોડામાં