સફળતાનાં સોપાનો - 5

(13)
  • 5.6k
  • 1
  • 1.9k

નામ:- સફળતાનું સોપાન ચોથું - એકાગ્રતા(Concentration) લેખિકા:- સ્નેહલ જાની નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે મારી ધારાવાહિક 'સફળતાનાં સોપાનો'માં. તમારા પ્રતિસાદ અને પ્રેરણાથી હું આજે ચોથા સોપાન સુધી પહોંચી ગઈ છું. સફળતાનું ચોથું સોપાન છે concentration એટલે કે એકાગ્રતા. એકાગ્રતા માત્ર સફળતા માટે જ નહીં પરંતુ જીવનના દરેક તબક્કે જરુરી છે. ઘરમાં અચાનક કોઈ મુસીબત આવી પડે કે પછી ઘરનાં મોભીનું દુઃખદ અવસાન થયું હોય કે પછી કોઈ પરીક્ષામાં નાપાસ થયા હોય એવા સમયે નાસીપાસ થઈ જવાની જરૂર નથી. પોતાનાં મનને શાંત રાખી યોગ્ય નિર્ણય લેવો એ આપણી પ્રાથમિક જવાબદારી છે. ગભરાઈ જઈને કોઈ ઉતાવળીયો નિર્ણય લઈએ અને પાછળથી પસ્તાવો થાય