જ્યારે આપણે સ્કૂલ માં હતા કે નાના હતા ત્યાર ના જન્મદિવસ પણ કેવા મજેદાર હતા નહિ... સવારે જલ્દી જલ્દી ઉઠવાનું પછી મમી પપ્પા સાથે મંદિરે જવાનું અને ત્યારબાદ મમ્મી - પપ્પા ને પગે લાગવાનું ત્યારબાદ આપણો ગમતો નાસ્તો કરવાનો અને એના પછી રંગીન કપડાં પેરી ને સ્કૂલ જવાનું જ્યાં બધા સ્કૂલ યુનિફોર્મ પેરી ને આવ્યા હોય ત્યાં આપડે બધાથી અલગ તારાઈ આવીએ. બધા આપણને જન્મદિવસ ની શુભેચ્છાઓ આપે અને આપને થેંક યું કહી કહી ને ધરાઈ જાઈએ. પછી જ્યારે કલાસ શરૂ થાય ત્યારે સાહેબ અને આખી કલાસ આપણા માટે હેપ્પી બર્થડે નું ગીત ગાય. અને આપડે બધા ને ચોકલેટ આપવા નીકળીએ