દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-14: પુનઃમિલન

  • 2.5k
  • 850

ભાગ-14: પુનઃમિલન "જે થઈ ગયું એને ભૂલી જા અને હવે જે કરી શકે છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કર. હવે એનો હાથ પકડી લે અને આ અંધકારમાંથી ખેંચીને એને અજવાળા તરફ લઈ આવે. એને એના બેસ્ટફ્રેન્ડની જરૂર છે અને એ તારા વગર કોઈ કરી શકે એમ નથી. હું તારી સાથે છું."કાવ્યાએ દેવના માથામાં હાથ ફેરવતા કહ્યું. તેણે આગળ કહ્યું,"હમણાં આ સમય પસ્તાવો કરીને રડવા બેસવાનો નથી. એને એક ખરાબ સ્વપ્ન સમજીને ભૂલી જા. ના એમનો કોઈનો દોષ હતો કે ના તારો. એ વખતે પરિસ્થિતિ જ કંઈક એવી હતી કે કોઈના કંટ્રોલમાં નહોતી. પણ અત્યારે પરિસ્થિતિ તારા હાથમાં છે. એટલે આ