બાસ્કેટબૉલ

(15)
  • 4.2k
  • 1
  • 920

બાસ્કેટબૉલ “ટપ....ટપ....ટપ...!” “પપ્પાં-પપ્પાં....! મારી જોડે બાસ્કેટબૉલ રમોને....!” નાનકડો મિત ખાખી કલરનો બ્લેક લાઈનીંગવાળો બાસ્કેટબૉલ પોતાનાં બંને હાથવડે ટપારતો-ટપારતો તેનાં પપ્પાં પાસે આવીને બોલ્યો. છ વર્ષનો મિત આમતો એકદમ ક્યૂટ છોકરો હતો. મસ્ત મજાનો ગોરોચિટ્ટો ગોળમટોળ ચેહરો, બાબરી ઉતાર્યા વગરના લાંબા અસ્તવ્યસ્ત વાળ, કાંચ જેવી મોટી કાળી આંખો અને સહેજ ભરાવદાર રસગુલ્લાં જેવું શરીર. હાલ્ફ સ્લીવની મિકી માઉસની પ્રિન્ટવાળી બ્લેક ટી-શર્ટ, નાની જીન્સની ચડ્ડી અને નાનકડાં પગમાં સ્પોર્ટ્સ શૂઝ પહેરેલાં મિતને જોઈને કોઈ અજાણ્યાને પણ પરાણે વ્હાલ ઊભરાઈ આવે અને તેની સાથે રમવાનું મન થઈ આવે. “બેટાં....! હું બીઝી છું....! મારે એક્સઝામનું રીડિંગ ચાલુ છે....! પછી....!”