પ્રેમકહાની સને 2100 ની :- ચાહતથી જુનુન સુધી - 2

(22)
  • 3.8k
  • 1
  • 1.3k

વૈભવને isolation ચેમ્બરમાં ગયે 7 થી 8 કલાક જેટલો સમય થઈ ગયો હતો. ગઈ રાત્રે ચેમ્બરમાં દાખલ થયેલો વૈભવ, બીજા દિવસની સવાર થઈ ગઈ હોવા છતાં હજી ચેમ્બરમાં જ હતો. આમ જોવા જઈએ તો ચિંતા કરવા જેવું કંઈ હતું નહી કારણ કે શિવિકા સતત ચેમ્બરની ગતિવિધીઓ મોનીટર કરી રહી હતી. ચેમ્બરની ડિઝાઈન એવી હતી કે એક્વાર તેને કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ માટે પ્રોગ્રામ કરવામાં આવે તો જ્યાં સુધી તે ટ્રીટમેન્ટ પૂરી ન થાય ત્યાં સુધી isolation ચેમ્બર selflock સ્થિતિમાં જ રહે છે. શિવિકાને isolation ચેમ્બરની આ ખાસિયત વિશે જાણકારી હતી.