પ્રેમકહાની સને 2100 ની:- ચાહતથી જુનુન સુધી (ભાગ-1) "સમય" કુદરતનુ એક એવું પરિબળ છે જે સૃષ્ટિના સર્જનથી શરૂ થઈ તેના અંત સુઘી સતત અને અવિરત વહેતો રહેશે. આ સમય ઘણા જીવોથી લઈને વિવિધ સંસ્કૃતિઓ અને જીવસૃષ્ટિને જડમૂળથી બદલી નાખનારા મહાવિનાશોનો સાક્ષી રહ્યો છે, છતાં એ પોતાની ક્યારેય ન બદલાનારી અને અચળ ઝડપે વહ્યા જ કરે છે. છતાં કોઈ નથી જાણતું કે આ સમયનો પ્રવાહ ક્યાં જઈને અટકશે. માનવ જાતની શરૂવાત તો 10 લાખ વર્ષો પહેલાં થઈ હતી, પણ તેનો અંત ? શું માનવીઓનો અંત અન્ય જીવો અને સંસ્કૃતિઓની