" થાકી ગઈ....." બાજુમાં આવેલા રોહિતએ આયુના માથા પર હાથ ફેરવતા કહ્યું. કંઈ જ બોલવાની તાકાત નહતી બચી એટલે આયુએ માત્ર આંખો મીચકારી હામી ભરી. " સુઈ જા...." રોહિતએ આયુના માથા પર એક હળવી કિસ કરી અને પછી પોતે પણ એના પડખાંમાં સુઈ ગયો...... વહેલી સવારે પ્રગતિ ડ્રેસિંગરૂમના અરીસા સામે ઉભી રહીને તૈયાર થઈ રહી હતી. પોતાનું છાપું અને બેડ ટી ને પૂર્ણ કર્યા બાદ વિવેક જ્યારે ડ્રેસિંગ રૂમમાં દાખલ થયો ત્યારે પ્રગતિ મોટા બ્રશ વડે પોતાના વાળ સવારી રહી હતી. એ બે ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયો. એ અરીસામાં પ્રગતિને જોઈ