10. (કિશોરભાઈ, રંજનબેન અને ભાર્ગવીને ડૉ. રાહુલની મદદ દ્વારા ખરી વાસ્તવિકતાનો ખ્યાલ આવે છે કે તેનો પુત્ર રાજ એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પરંતુ તે સૂર્યપ્રતાપગઢનાં રાજકુમાર વિક્રમસિંહનો જ પુનર્જન્મ છે, ત્યારબાદ ડૉ. રાહુલ જ્યારે રાજનાં શરીર પર વિક્રમસિંહનો પ્રભાવ હતો, એ દરમિયાન રાજ પાસેથી ઘણી બધી માહિતી મેળવવામાં સફળ રહે છે...પરંતુ હજુસુધી રાજનો કેસ ઉકેલવા માટે અમુક કડીઓ ખૂટી રહી હોય તેવું ડૉ. રાહુલ અનુભવી રહ્યાં હતાં..) સો વર્ષ પહેલાં સમય : રાત્રીનાં 9 કલાક. સ્થળ : સૂર્યપ્રતાપગઢની બહાર ટેકરીઓમાં આવેલ બાબા અઘોરાની ગુફા બાબા અઘોરા ઘનઘોર ગુફામાં બેઠા હતાં, તેની સામે એક મોટી ધૂણી