લવ બાઇટ્સપ્રકરણ-12 સ્તવન જોબ પરથી આવ્યો આજે ખૂબજ ખુશ હતો એનાં કામથી એનાં બોસ ખુબ ખુશ હતાં. સ્તવને આજે એક ઇન્વેનશન કરેલું અને એણે એક સોફટવેર વિકસાવ્યું હતું એણે મોબાઈલ માટે એક સોફ્ટવેર બનાવતાં બનાવતાં અચાનક આકસમીક બીજુ એનાં હાથમાં આવી ગયું એને સ્માર્ટફોનનું સોફ્ટવેર વિકસાવેલું એમાં એને એક એવી સફળતા સાંપડી કે ફોન રેકોર્ડીગમાં જે સામાન્ય જીવનનાં અવાજ સાથે સાથે જે બીજા સોફ્ટવેરમાં ના પકડાય એવાં અગમ્ય સૂક્ષ્મ અવાજ પણ પકડી શકે રેકર્ડ થઇ શકે એવું શક્તિશાળી સોફ્ટવેર વિકસી ગયું એનાં બોસને જ્યારે એણે વિગતવાર સમજાવ્યુ અને એનો ડેમો ટ્રાયલ કરી બાતાવ્યો પહેલાં તો સામાન્ય રેકોર્ડીંગ કર્યુ પછી એકદમ