આગળ લોખંડની જાળીની રેલિંગ, નીચે 10 કે 15 ફૂટ નીચે અલકનંદા નદી. એનો પટ આમ બહુ સાંકડો કે પહોળો નહિ, પણ નદીનો ધસમસતો પ્રવાહ ખૂબ અવાજ કરી રહ્યો હતો. અને પવનની ઠંડી લહેરખી ઠંડા વાતાવરણનો અનુભવ કરાવી રહી હતી. શ્રુતિએ સામે જોયું, એમનું છેલ્લું મુકામ બદ્રીનાથ એમની રાહ જોઈ રહ્યું હતું. ચારધામનું અંતિમ અને પ્રતિકૂળ ધામ. એ જગ્યા છે જ એવી. એક સમયે યમનોત્રી અને ગંગોત્રી જવું સરળ છે. પરંતુ કેદારનાથ અને બદ્રીનાથ ખૂબ મુશ્કેલ છે. અને સૌથી અંતિમ ધામ હોઈ એ જગ્યા પ્રત્યેનો લગાવ અલગ છે. પણ ત્યાનું અત્યંત ઠંડકવાળું વાતાવરણ શરીરના હાડકા થીજવી નાખે એવુ હોય છે. હાલ