સુંદરી - પ્રકરણ ૬૨

(118)
  • 5.8k
  • 6
  • 3k

બાસઠ “ક્યાં ગઈ સુંદરી? દેખાતી નથી?વ્હેર ઈઝ શી?” જયરાજે ચારેતરફ નજર ફેરવતાં પૂછ્યું. “બહાર ગઈ છે.” પ્રમોદરાયે જવાબ આપ્યો. “અત્યારે? એટલે... ઇટ્સ ઓલ રેડી ફાઈવ પીએમ.” જયરાજને સંતોષકારક જવાબ જોઈતો હતો. “ગઈ છે એના કામે. મને આજકાલ ક્યાં કશું કહે જ છે.” પ્રમોદરાયે નિસાસો નાખતા કહ્યું. “પણ તમે એને પૂછ્યું તો હશેને?” જયરાજથી હવે ધીરજ ધરાતી ન હતી. “હા, પૂછ્યું’તું ને?” પ્રમોદરાય બોલ્યા. “ધેન?... ક્યાં જવાનું કીધું?” જયરાજના પ્રશ્નો ચાલુ જ રહ્યા. “ગઈ છે એના ભાગેડુ ભાઈ પાછળ પૈસા ઉડાડવા.” પ્રમોદરાયના અવાજમાં રોષ હતો. “એટલે? જરા આમ વિસ્તારથી કહેશો તો... આઈ ડીડન્ટ ન્યૂ કે તમને એક સન પણ છે.”