બીજાં દિવસે સવારે ઉઠીને પ્રિયાને ઘણી વખત થયું કે એ પોતાનાં મનની વાત મોટાભાઈને કરે પણ એમની સામે કંઈ બોલી શકી નહિ. માયાભાભી જોડે પણ એણે પોતાનાં મનની વાત કહેવાનો પ્રયત્ન કરી જોયો પણ નિષ્ફળ રહી. એને થયું કે લલિત મારો એકદમ સારો દોસ્ત છે. કદાચ એની સામે એ પોતાનાં મનની વાત કહી શકશે.એણે લલિતને લાયબ્રેરીમાં મળવાનું વિચાર્યું. પ્રિયાએ લલિતને ફોન કર્યો પણ એનો સંપર્ક થઈ શક્યો નહિ. એને થયું કે એ લાયબ્રેરી પહોંચી જાય ત્યાં કદાચ મળી જશે...એ એક્ટિવા લઈને ફટાફટ લાયબ્રેરી જવા નીકળી ગઈ. લાયબ્રેરીમાં લલિત નહોતો. લાયબ્રેરીમાં લગભગ એકાદ કલાક જેટલું બેઠી રહી પણ લલિત આવ્યો નહિ. 'હવે