અધૂરું સપનું

  • 5k
  • 1
  • 1.4k

" અરે મમ્મી ! તું હજી તૈયાર નથી થઈ?" મિથિલા ની તંદ્રા શૈલીના અવાજથી તૂટી. તેણે શૈલી તરફ જોયું, સાવ કોરી ભાવવિહીન આંખોથી. ફિક્કો ચહેરો, કોઈ જ તેજ નહીં. ફરીથી શૈલી એ કહ્યું, "મમ્મી મેં કાલે જ તને કહ્યું હતું કે સવારે વહેલી તૈયાર થઈ જજે. દસ વાગ્યા જો, હજી તું તૈયાર નથી થઈ?" "અરે પણ જવું છે ક્યાં એ તો કહે બેટા! કાલથી હું તને એ જ પૂછું છું કે ક્યાં જવું છે? ને તું છે કે!" મમ્મીએ હક્ક જતાવતાં ઉત્તર વાળ્યો." મમ્મી મારા કોલેજનું છેલ્લું વર્ષ છે ને તો ફંકશન એરેન્જ કર્યું છે.