ઝીંદગી પ્યાર કા ગીત હૈ - 2

  • 4.9k
  • 1.5k

ગુલઝાર એટલે એક એવા કવિ કે જેમની કવિતાની એક અલગ જ ઓળખ છે. સંબંધોની નાની નાની વાતો ને લઈને એક બહુ ઊંડાઈ વાળું ગીત લખે અને એ પણ ડાયલોગ જેવું. આગળ જતાં તો બોલીવુડમાં એવા ઘણા ગીત આવ્યા છે. (યાદ કરો હમ તુમ ફિલ્મના ગીત લડકી કયો ના જાને કયો જેમાં વચ્ચે અમુક ડાયલોગ તો સૈફ અલી ખાન અને રાની મુખરજીના અવાજમાં ડબ કરાયા છે ) પણ આની શરૂઆત તો ગુલઝારે કરી. જો તમને ગીત સંગીત વિશે વાંચવું ગમતું હશે તો તમારા માઈન્ડમાં તરત લાઈટ થઈ જશે અને યાદ આવશે ફિલ્મી પડદા પર અનુરાધા પટેલના માટે આશાજી એ ગાયેલું