અસમંજસ... - 1

(39)
  • 5.3k
  • 3
  • 2.1k

આ જગતના લોકો મિથ્યા, આ જગતમાં સંબંધો મિથ્યા,દેખાડાનો ભાવ રાખી પ્રેમ જતાવે એ મિથ્યા સૌના નેહ છે...રાહી જગતને ક્યાં તું બતાવે છે સાચી પ્રીતની પરિભાષા,નામનાની આડમાં ઘણાં સંબંધોમાં પણ જ્યાં કુનેહ છે.●●●●●કુંજનપુર. નામ જેટલું સુંદર એથી વધારે ગામની સુંદરતા. એકવાર નજર પડે તો નજર જરાય ન હટે. ખેતરોની લીલીછમ્મ હરિયાળી, ખળખળ વહેતી નદીની ધારા, દુ...ર...છેટે આચ્છા ને રળિયામણા દેખાતા ડુંગરાઓ, કાને પડતા શ્રી રાધાક્રિષ્નાના મંદિરના ઘંટનો મનોહર રણકાર જે આખો દિવસ પવનના આચ્છા આચ્છા લહેરકાથી અથડાઈને સંભળાયા કરતો, ગામવાસીઓની અવરજવર, નાના બાળકોની રમતમાં કોઈ નિર્દોષ એવી મસ્તી. એક એક દ્રશ્ય આંખોને બસ ટગર ટગર જોવા જાણે ખેંચ્યા કરે." કનક...કનક...." -