અમે બેંક વાળા - 19. એક પગ સ્મશાનમાં

  • 3.5k
  • 1.5k

'એક પગ સ્મશાનમાં..'બેંક માટે ગ્રાહક સર્વોપરી છે. દરેક બ્રાન્ચમાં તમે ગાંધીજીની એ ઉક્તિ જોશો કે ગ્રાહક એની સેવા કરવાની તક આપી આપણને આભારી કરે છે..'એમાંયે ડિપોઝીટ આપતો ગ્રાહક તો દેવતા. પહેલાં માત્ર ડિપોઝીટ લાવો એમ જ અમને કહેવાતું. પછી 'કાસા' (એટલે કરંટ એકા, સેવિંગ એકા.. આવીઆવી ફેશનેબલ ટર્મ '95 પછી વપરાવા માંડી.) લાવો, કેમ કે ફિક્સ હોય તો વ્યાજ આપવું પડે વગેરે.એને લગતો એક મઝાનો પ્રસંગ યાદ છે. બેંકમાં મેનેજર કયા ગ્રેડનો મુકવો એ શાખાના ડિપોઝીટ, એડવાન્સના ફિગર્સ પરથી નક્કી થાય. હું દ્વારકા હતો ત્યારે બેંકે ભાણવડ બ્રાન્ચ ખોલી. શરૂમાં જુનિયર, સ્કેલ 1 (મારું ચેપ્ટર 'ચોથા વર્ગનો કર્મચારી' આ સિરીઝમાં