વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-27

(42)
  • 3.5k
  • 7
  • 1.8k

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-27 મસ્કી અને કબીર બંન્ને મસ્કીની દમણની હોટલમાં હતાં. મસ્કીએ કબીરને જાણે મોજમજાથી ધન્ય કરી દીધો હતો એ એક પછી એક દાવ અજમાવીને કબીર પર સંપૂર્ણ કાબૂ કરી રહેલો કબીર નશામાં હતો અને મસ્કીએ મોબાઇલથી કોઇને ફોન કર્યો. આપણો પ્લાન સંપૂર્ણ સફળ છે કાલ સુધીમાં આખી રૂપરેખા તૈયાર કરી દઇશ અને સાંભળ ખાસ વાત કે કોલેજ ફંકશન સાથેજ આ પ્લાન પાર પાડી દેવાનો છે એમાં ભૂલ ના થાય. સામેથી જવાબ આવ્યો તું પેલાને બરોબર તૈયાર કર બાકીનું હું જોઇ લઇશ ચિંતા ના કર અને હાં... આ વખતે તો તું એકલો જતો રહ્યો પણ ફરીમાં હું સાથે આવીશ. મસ્કીએ કહ્યું