અનેરી...અનેરી...નામ પ્રમાણે જ અનેરી છે ચિંતનભાઈ બબડ્યા."લ્યો વળી તમે તો બનાવવા માંગતા હતા તમારી લાડકીને 'અનેરી'" શિલ્પાબેન હસતા હસતા બોલ્યા."તું પણ આખરે તો અનેરીની જ મમ્મીને' ચિંતનભાઈ બોલતા બોલતા ભૂતકાળમાં સરી ગયા... અનેરીના જન્મ વખતે બધા નવા નવા નામ વિચારતા હતા પરંતુ ચિંતનભાઈ અડગ જ હતા.તેમના મતે જેવું નામ તેવું વ્યક્તિત્વ સર્જાય એટલે નામ તો અનેરું, ઉત્સાહપ્રેરક જ હોવું જોઇએ.ચિંતનભાઈ આખરે અનેરી નામ પાડીને જ રહ્યા.આવી ગઈ અ..... ને......રી...અને ચિંતનભાઈ ફરી પાછા વર્તમાનમાં આવી ગયા. મમ્મી પપ્પાને પોતાને કેન્દ્રમાં રાખી ને થયેલો મીઠો સંવાદ સાંભળતી,હરખાતી,કૂદતી મમ્મીનાં ગળામાં હાથ પરોવી પપ્પાને ઇશારો કરી