સૌરાષ્ટ્રનો ઇતિહાસ - 4

  • 8.1k
  • 1
  • 3.3k

પ્રકરણ ૨ જા નું ચાલુ જયદામનના રાજ્યઅમલની કોઈ પ્રશસ્તિ, શિલાલેખ કે ઉલ્લેખ ઉપલબ્ધ નથી. તેનું મૃત્યુ ક્યારે થયું તે પણ વસ્તુ પ્રાપ્ત નથી, પરંતુ રૂદ્રદામને પહેલાને પુત્ર ઈ. સ. ૧૪૩ લગભગ ગાદીએ આવ્યો ત્યારે જયદામનનું મૃત્યુ થઈ ગયું હશે તેમ માની શકાય તેમ છે. રુદ્રદામન ૧ લો - (ઇ. સ. ૧૪૩-૧૫૮):રુદ્ર દામન તેના પિતાની ગાદીએ આવ્યો ત્યારે તેનું રાજ્ય બળવાન રાજ્ય ન હતું. દક્ષિણના ગૌતમીપુત્રે તેના પિતા મહ તથા અન્ય શકોને નબળા કરી નાખ્યા હતા. પણ રૂદ્રદામન એક મહાવિચક્ષણ પુરુષ હતો. તે વ્યાકરણ, અર્થશાસ્ત્ર, સંગીત, ન્યાય, સાહિત્ય અને કાવ્યને જ્ઞાતા હતો . તેણે અશ્વો, હાથીઓ અને રથ હાંકવાની કળા હસ્તગત કરી હતી.