મુહુર્ત નો શું વાંક?

(296)
  • 4.1k
  • 1.1k

દરેક ધર્મમાં મુહૂર્તનું મહત્વ ઓછેવત્તે અંશે હોય છે અને આપણે દરેક લોકો મુહૂર્તમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માનતા હોઈએ છીએ.હવે એવો જમાનો અને ટેકનોલોજી આવી ગ‌ઈ છે કે આપણે બાળકના જન્મ માટે પણ કોઈ ચોક્કસ તારીખ કે મુહૂર્ત જોવડાવીએ છીએ.આ ઘટના પરથી એવું લાગે કે આપણે વધુ પડતાં જ મુહૂર્તમાં માનવા લાગ્યા છીએ.જન્મ માટે આપણે ભલે મુહૂર્ત કઢાવી શકતાં હશું પણ મૃત્યુ માટે કોઈ જ મુહૂર્ત નથી હોતું.મૃત્યુ મુહૂર્તમાં માનતું નથી.જો એનું પણ કોઈ મુહુર્ત હોત તો આપણે કોઈ ચોક્કસ મુહુર્તમાં જ મરવાનું પસંદ કરતા હોત.માન્યું કે કુદરતી મોતનું કોઈ મુહૂર્ત નથી હોતું પણ જ્યારે આપણે મોતને આત્મવિલોપન કે આત્મહત્યા