પાસવર્ડ.......દિનેશ પરમાર નજર *********************************************ઓ હૃદય તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મનેજે નથી મારાં બન્યાં એનો બનાવ્યો છે મનેહોત દરિયો તો હું તરવાની ય તક પામી શકતશું કરું કે ઝાંઝવાંઓએ ડુબાવ્યો છે મને -બરકત વિરાણી ‘બેફામ’*********************************************ધબકાર હાર્ટ હોસ્પિટલના પ્રથમ માળે કોરીડોરની સામે આવેલ ઓપન ટેરેસમાં , દર્દીઓની ખબર જોવા આવતા મુલાકાતીઓ, ગોઠવેલ બાંકડા પર છૂટાછવાયા બેઠા બેઠા વાતો કરતા હતા.ટેરેસની રેલીંગ પાસે ઉભેલા, રજનીકાંતે સિગારેટનો કસ ખેંચી ધૂમાડો હવામાં ફંગોળતા, મનિષ સામે જોઈ બોલ્યો, " ભાઈ, તને શું લાગે છે? બાપુજીને સારું થઈ જશે ને?" એટલામાં એક સ્ટાફનો માણસ દોડતો