સુંદરી - પ્રકરણ ૬૧

(107)
  • 5.5k
  • 5
  • 3k

એકસઠ “કેમ આજે અચાનક જ મને મળવા બોલાવી?” સુંદરીના ચહેરા પર પ્રશ્નાર્થ હતો. “કેમ? તમે મને ફ્રેન્ડ ગણો છોને? તો પછી એક ફ્રેન્ડને એની ફ્રેન્ડને મળવાનું મન થાય ત્યારે ન બોલાવી શકે?” સોનલબાએ મલકાઈને કહ્યું. “બિલકુલ, એમાં ના છે જ નહીં, પણ આ તો ઘણા મહિનાથી આપણે ફક્ત કોલેજમાં જ મળીએ છીએ અને તેં અત્યારેજ મને અહીં રેસ્ટોરન્ટમાં મળવા બોલાવી એટલે જરા નવાઈ લાગી.” સુંદરીએ સામે પડેલો ગ્લાસ ઉપાડીને તેમાંથી પાણીના બે ઘૂંટડા પીધા પછી જવાબ આપ્યો. “વાત જ એવી છે કે... હું આજે બહુ ખુશ છું.” સોનલબાએ કહ્યું અને તેમના ચહેરા પર આનંદ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.