એક ભૂલ - 18

(31)
  • 5.8k
  • 3
  • 2.5k

પોતાની બહેન અને આરવનું નામ સાંભળતાં જ રાધિકાને ઝટકો લાગ્યો. તેણે વિહાનને વચ્ચેથી જ બોલતો અટકાવીને પોતે બોલી, " શું બોલ્યો? આરવ અને મીરા? તું ઓળખે છે તેને? " " હા, મને તેણે એટલું કહ્યું હતું કે તે બંને જ પોતાની બહેનનાં મોતનાં ગુનેગાર છે. જ્યાં સુધી તેની સાથે બદલો નહીં લઉં ત્યાં સુધી મારી બહેનને ન્યાય નહીં મળે. હું તો આનાથી વધુ તેને નથી ઓળખતો પણ કેમ તે અચાનક તેનાં વિશે પૂછ્યું? તું ઓળખે છે તેમને? " વિહાને પૂછ્યું. " વિહાન, મીરા બીજું કોઈ નહીં પણ મારી જ બહેન છે. " રાધિકા બોલી. " હેં..!! શું? મીરા... તારી બહેન છે? " વિહાન ચોંકી